પંચમહાલ એટલે ઝાડીપ્રદેશ કે જ્યાં ભણતરના અભાવે કેવળ અંધશ્રધ્ધા,વહેમ, ચોરી, લુંટફાટ અને પશુજીવન. આવા પ્રદેશમાં પણ અનંતનું જીવન પરીવર્તન કરવા તથા અનંત મુમુક્ષુઓના જીવનમાં સુખ, શાંતિ પ્રસ્થાપીત કરવા પ.પૂ.બાપજીના શુભ સંકલ્પે શિખરબંધ્ધ વિશાળ મંદિર તૈયાર થયું છે. એ જ એની મોટામાં મોટી દિવ્યતા છે.
અનંત મુમુક્ષુઓના મનોરથો, સંકલ્પો, માનતાઓ અને શ્રધ્ધાને પૂર્ણ કરવા પ.પૂ.બાપજીના દિવ્ય હસ્તે આ તીર્થધામમાં અભિષેકવાળા ઘનશ્યામ મહરાજની દિવ્યમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેશ-વિદેશનાં લાખો મુમુક્ષો ભક્તો અભિષેકનો લાભ લઈ પોતાના મનોરથોને પૂર્ણ કરે છે. ઘનશ્યામ મહારાજ પણ અભિષેકનો લાભ લેનાર મુમુક્ષુ ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે અને તન, મન, ધનથી તેમની નિરંતર રક્ષા કરે છે.
આવો આ તીર્થધામની દિવ્યતાને અનુભવીએ કે જ્યાં હજારો હરિભક્તોના મનોરથોને ઘનશ્યામ મહાપ્રભુએ પૂર્ણ કર્યા છે.
|
ભક્તના મનોરથ પૂર્ણ કર્યા |
પુત્રનો સંબંધ થઈ ગયો |
દીકરીને અશુભ તત્વોમાંથી રક્ષા કરી |
પુત્રનો સંકલ્પ પુરો કર્યો |
પથરીના ઓપરેશનમાંથી મુક્તિ મળી |
ઘણા સમયનો વળગાળ દુર થઈ ગયો |
દાઢનું ઓપરેશન ટળ્યુ |
બગડેલી હાર્ડડિસ્ક ચાલુ થઈ ગઈ |
અંધ બનેલો દેખતો થયો |
પુત્રને લંડન નોકરી મળી ગઈ |
પોતાના વતનમાં શિક્ષિકા તરીકે બદલી થઈ |
જમણા પગે બંધ થયેલુ બ્લડ સકર્યુલેશન ચાલુ થયું |
ખુરશી ઉપર તેમજ જમીન ઉપર બેસાતુ ન હતુ તે તકલીફ દુર થઈ |
અગમ્ય ડર દુર થયો |
નોકરી મળી ગઈ |
ગળામાં થયેલી ગાઠ દુર થઈ ગઈ |
સારી જગ્યાએ બદલી થઈ ગઈ |
નિર્વાસનિક કરીને અંત વખતે ધામમાં તેડી જવુ |
શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા |
નજીકમાં જ નોકરી મળી ગઈ |
માતૃશ્રીને મહારાજ ધામમાં તેડી ગયા |
મેડીકલમાં એડમિશન મળ્યું |
બેભાન અવસ્થામાંથી સાજા થયા |
ધામમાં લઈ ગયા |
નિર્દોષ છુટકારો થયો |
બંધ કેમેરો ચાલુ થઈ ગયો |
ગંભીર માંદગીમાંથી સાજા થયા |
ધર્મપત્નીની કેન્સરની ગાંઠ દુર થઈ |
શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા |
લાંબા સમયે પુત્રીનો જન્મ થયો |
જનના દુખમાંથી મુક્ત કરાવ્યાં |
ઉંદરોના ત્રાસમાંથી મુક્તિ મળી |
કેન્સરની તકલીફમાં મહત્તમ રાહત થઇ |
| |
|
ગાંધીનગર ખાતે સેકટર 6/Bમાં આપણી જ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા ઘરના જ હરિભકત શ્રીકનુભાઈ સાંકાભાઈ પટેલ કે જેઓ સરકારી નોકરી કરે. તેમને સરકાર તરફથી કર્મચારીઓને 50% ડી-એ-મર્જ થયેલું નહિ. તેમને મનમાં મુંઝવણ રહ્યા કરે કે આ લાભ મને કયારે મળશે? તેમને વિચાર આવ્યો કે ઘણા વખતથી આ લાભથી હું વંચિત રહી ગયો છું. શું કરવું? મહાપ્રભુની પ્રેરણાથી તેમને તીર્થધામ ગોધર ખાતે અભિષેક કરવાથી જે કઠિન કામો સરળ બની જાય છે તે યાદ આવ્યું. ભકતોના મનોરથો પૂર્ણ કરવા માટે તો મહાપ્રભુનું પ્રાગટ્ય છે. તેમણે મહાપ્રભુનો અભિષેક કરવાનો સંકલ્પ કર્યો અને પરિણામે કઠિન અને અસંભવ લાગતું આ કામ સરળ બની ગયું. તાત્કાલિક કર્મચારીઓને 50%ના ડી-એ-નો લાભ મળે તેવું ફરમાન થયું. આ નાણામાંથી કનુભાઈએ ભગવાનની નોંધાવેલ સેવા પણ પૂર્ણ કરી. નાણાં મળ્યાના બીજા દિવસે પાંચ અભિષેક પણ કરવ્યા |
|
|
મઠ (ડોડીયા) તા.સંતરામપુર જી.પંચમહાલ નિવાસી પ.ભ.શ્રીકાળુભાઈ સાંકળભાઈ પટેલનો સુપુત્ર લગ્નની ઉંમરને લાયક થયો હતો. તેના સંબંધ માટે ઘણી જગ્યાએ તપાસ ચાલુ રાખી હતી. પણ, કયાંય મેળ પડતો નહીં. સમય વધતો ગયો અને કાળુભાઈની મુંઝવણ પણ વધતી ગઇ. છેવટે કાળુભાઇએ મહાપ્રભુને પ્રાર્થના કરી સંકલ્પ કયોં કે “હે મહાપ્રભુ ! આપતો નોંધારાના આધાર છો આમારી સર્વે ક્રિયાના કર્તા પણ આપ જ છો. આ સેવક ઉપર કૃપા કરો અને મારા પુત્રના સંબંધ થાય તેવી દયા કરો. આ પ્રાર્થના સાથે સંકલ્પ કયોં કે આપને અભિષેક કરીને રાજીપાનો લાભ અવશ્ય લઈશ.”
મહાપ્રભુ તો સદાય તત્પર બેઠા છે કે અમને કોઇ યાદ કરે છે ? મહારાજ તો સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. નવાઇની ઘટના એ બની કે ફકત 15 દિવસના ટૂંકા ગાળામાં તેમના પુત્રના સંબંધ પણ થઇ ગયા અને લગ્ન પણ તુરત ગોઠવાઇ ગયા.
મહાપ્રભુની દયાનો કોઇ પાર નથી. તેથી તો કીર્તનમાં કહ્યું છે કે ..
“ હે કરુણાના કરનારા, તારી કરુણનો કોઇ પાર નથી ; હે સંકટના હરનાર તારી કરુણાનો કોઇ પાર નથી.” |
|
દીકરીને અશુભ તત્વોમાંથી રક્ષા કરી |
મણિનગર(અમદાવાદ) નિવાસી હર્ષદભાઇ વ્યાસની દીકરી પારુલબહેનનો ડીલીવરી દરમ્યાનનો પ્રસંગ હતો. કોઇ અશુભ સ્થળે પગ પડવાથી તેમની દીકરીમાં મલિન તત્વોએ પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને તેમની દીકરીને દરરોજ હેરાન કરે. જાત-જાતનું ખાવાનું માંગે અને ન મળે તો ધમ પછાળા કરે. તેની હેરાનગતિ વધતી ગઈ. પોતે કાયમ તેની પાસે જ રહેશે તથા જીવ લઈને જશે એમ બોલવા લાગી.
હર્ષદભાઈએ પ.પૂ.બાપજી પાસે આવીને તેમને પ્રાર્થના કરી. પ.પૂ.બાપજી એટલે દયાનો દરિયો. પ.પૂ.બાપજીએ તાત્કાલીક ગોધર મંદિર ખાતે મહાપ્રભુની મૂર્તિનો અભિષેક કરવાનો સંકલ્પ આપ્યો અને હર્ષદભાઈએ ખુબ જ શ્રધ્ધાપૂર્વક ગોધરમાં જઈને અભિષેક કર્યા, તેમજ પોતાની પુત્રીને આ દુ:ખથી મુક્ત કરવા પ્રાર્થના કરી. મહાપ્રભુની અપાર કૃપાથી હાલમાં તેમની પુત્રી ખુબ જ સ્વસ્થ છે અને પહેલાની જેમ રાબેતા મુજબની સ્થિતિમાં આનંદમાં રહે છે. ભગવાન જો ભક્તની રક્ષા નહી કરે તો તેમનું બિરુદ ખોટુ ન પડે ? એ તો એમનો સ્વભાવ જ એવો છે કે દુ:ખીના દુ:ખો દુર કરવા સદાય તત્પર રહેવું. |
|
પુત્રનો સંકલ્પ પુરો કર્યો |
ગાંધીનગર નિવાસી પ.ભ.શ્રી કૃષ્ણકાંતભાઈ.કે.બારોટે ગોધર મંદિર ખાતે ઘનશ્યામ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા વિધિ ચાલુ હતી તે દરમ્યાન પ્રગટભાવે સંકલ્પ કર્યો કે, “હે મહારાજ ! આપ તો સૌના કર્તા-હર્તા છો. આપ તો ભક્તોની રક્ષામાં સદાય તત્પર છો. તો આ સેવકની આપને પ્રાર્થના છે કે “ હે દયાળુ ! મારો દિકરો ચિ.રાકેશ છે તેને ઘેર જો આપ દીકરો આપો તો તેનું નામ અભિષેક રાખીશ તો આપ રાજી રહેજો. ફક્ત દસ માસમાં એમનો સંકલ્પ પુરો થયો અને તેમના દીકરાનું નામ અભિષેક રાખ્યુ. આમ, મહાપ્રભુ પ્રાર્થનામાં ભેળા ભળ્યા ને સંકલ્પ પૂર્ણ કર્યો. |
|
પથરીના ઓપરેશનમાંથી મુક્તિ મળી |
પંચમહાલ જીલ્લાના લુણાવાડા તાલુકાના થાંભા મુકામે રહેતા પ.ભ.શ્રી નારણભાઈ રણછોડભાઈ પટેલને એકાએક પથરીનો સખત દુ;ખાવો થયો. તેમણે તાત્કાલીક ડોકટરને બતાવ્યુ તો ડોકટરી તપાસમાં નિદાન આવ્યું કે કીડનીમાં પથરી છે. ડોકટરે ઓપરેશન કરવું પડશે તેવું ભારપૂર્વક જણાવ્યું. તેમને ચિંતા વધી ગઈ. અચાનક મહારાજને પ્રાર્થના થઈ ગઈ “હે મહારાજ ! આપના ભક્તને આ આકસ્મિક તકલીફ આવી પડી છે તો સેવકની રક્ષા કરો .હે દયાળુ ! આપના રાજીપા માટે આ સેવક પાંચ અભિષેકનો લાભ લેશે તો રાજી રહેજો.”
થોડા સમય બાદ તેવો નડિયાદ ખાતે કીડનીના હોસ્પિટલમાં દાખલ થયેલા. તેમને પથરીનું ઓપરેશન કરાવવાનું હતુ. હોસ્પિટલમાં છેક છેલ્લી ઘડીએ ડોકટરે જાહેર કર્યું કે પથરી હતી ખરી પણ નીકળી ગઈ છે. તેથી તમારે હવે ઓપરેશનની જરુર નથી. આમ,મહાપ્રભુની કૃપાથી મોટુ સંકટ ટળ્યુ. પછી તો વગર ઓપરેશને કીડનીમાં રહેલી પથરી નીકળી ગઈ અને અત્યારે પુર્વવત કામ કરી રહ્યા છે. મહાપ્રભુની મરજી હતી તો દુ;ખ ટળી ગયુ. |
|
ઘણા સમયનો વળગાળ દુર થઈ ગયો |
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામના જયેશભાઈ તેમના ભાઈ સાથે તા.5/02/07ના રોજ અમદાવાદ પ.પૂ.બાપજીના દર્શને આવ્યા આવીને પ.પૂ.બાપજીને વાત કરી કે મારા ભાઈને વળગાડ છે. તો આપ દયા કરી એનું દુ;ખ દુર કરો. પ.પૂ.બાપજીએ તેમને તીર્થધામ ગોધર જઈ, મહારાજના 11 અભિષેક કરવાની આજ્ઞા કરી. અને આશીર્વાદ આપ્યા કે, “ મહારાજ સારુ કરશે ” તેવી વાત કરી. પછી બંને ભાઈ પ.પૂ.બાપજી ની રજા લઈ ગોધર ખાતે આવી પહોંચ્યા અને મહાપ્રભુના સાંનિધ્યમાં 11 અભિષેક કર્યા. તે વખતે તેમને જે વળગાડ હતું તે હાજર થયું અને જુદા જુદા ચરિત્રો કરી કહેવા લાગ્યું કે. “ હું જયેશભાઈનો જીવ લઈને જ જઈશ. તેણે બધી રજુઆત કરી પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પોતાનું નામ ન આપ્યુ. છેવટે મંદિરમાં થોડો વધુ સમય રોકાવવાનું નક્કી કર્યુ. 18મી તારીખે સમૈયો રાખવામાં આવેલો. પૂ.સ્વામીશ્રીએ સાંજે તેમને બોલાવી આશીર્વાદ આપ્યા અને કહ્યું હવે તમે ચિંતા કરશો નહીં. તમારા અભિષેકથી મહારાજે કાઢી નાખ્યું છે. પછે જયેશભાઈ 2 દિવસ રોકાયા અને સારુ થઈ ગયું. દોઢ વર્ષથી દિવસમાં ત્રણ ચાર વખત હેરાન કરનાર વળગાડથી મહાપ્રભુની કૃપાથી મુક્તિ મળી. હવે તેવો શાંતિથી પુર્વવત જીવન જીવવા લાગ્યા છે. |
|
|
ઘાટલોડિયા(અમદાવાદ) ખાતે રહેતા પ.ભ.શ્રી નવીનભાઈ બાબુભાઈ ગજ્જરને ડહાપણની દાઢ તકલીફ આપ્યા કરે. તેથી ડૉકટર પાસે તે બતાવવા ગયા. ડોકટરે તપાસ કરી જણાવ્યું કે દાઢ કઢાવવી તો પડશે પણ સાથે સાથે નાનું ઓપરેશન કરાવવું પડશે. તેથી એ જ વખતે તેમણે ગોધર ખાતે અભિષેક કરવાનો સંકલ્પ કર્યો. જેના પરિણામે દાઢ નીકળી ગઈ અને નાના ઓપરેશનની પણ જરુર રહી નહી. મહાપ્રભુની કૃપાથી સરળતાથી કામ પુર્ણ થયુ. |
|
બગડેલી હાર્ડડિસ્ક ચાલુ થઈ ગઈ |
સેટેલાઈટ અમદાવાદમાં રહેતા હાઈકોર્ટના નામાંકિત તથા સુપ્રસિધ્ધ વકિલ અને આપણાં ઘરના જ હરિભક્ત એવા શ્રી રવિન્દ્રભાઈ રમણલાલ શાહ. એકવાર તેમના લેપટોપની હાર્ડડિસ્ક બગડી ગઈ હતી. ઘણા પ્રયત્નો પોતે કર્યા પણ સફળતા ન મળી. તેથી તેમણે કોમ્પ્યુટર એંનજીનીયરને બોલાવ્યા. તેમણે પણ ખુબ પ્રયત્નો કર્યા. છેવટે રીપેરીંગ થવાની આશા છોડી દીધી. એટલું જ નહિ તેમણે એ પણ જણાવ્યું કે ડેટા પાછો મેળવવાની શક્યતા ફક્ત એકાદ ટકા જેટલી જ છે. કોઈ જ ઉપાય કારગત ન નીવળતા રવિન્દ્રભાઈએ છેલ્લા ઉપાય તરીકે શ્રીજી મહારાજનું શરણ લીધુ. તા.9/11/06ના રોજ રાત્રે મહાપ્રભુની ધુન કરી અને બે અભિષેક કરવાનો સંકલ્પ કર્યો. બીજા જ દિવસે એટલે કે તા 9/11/06 ના રોજ સવારે હાર્ડડિસ્ક ચાલુ થઈ ગઈ અને તેમાનો ડેટા પણ પાછો મળી ગયો. આમ,ખુબ જ કઠિન, અશ્ક્ય લાગતું કામ મહારાજની કૃપાથી સરળ અને સફળ બની ગયું. |
|
|
કમળાપુરના વતની તથા હાલ ઘનશ્યામનગર ખાતે રહેતા (અમદાવાદ) પ.ભ.શ્રી જયંતીભાઈ નાગરભાઈ પટેલને આકસ્મિક રીતે બંને આંખે દેખવાનું બંધ થઈ ગયું. આંખની સમગ્ર રોશની જાણે હણાઈ ગઈ. શું થયું ? શું કરવું ? તેની ખબર ન પડી. કેમ કે દેખાતું તદન બંધ થઈ ગયુ. તેઓ તુરંત પોતાના સગાને લઈ આંખના નિષ્ણાંત ડૉકટરની પાસે ગયા અને તપાસ કરાવી. ડોકટરે અભિપ્રાય આપ્યો કે, “હવે આ આંખોથી તમે જોઈ શકશો નહિ.” ડોકટર પાસેથી આવો અભિપ્રાય સાંભળી તેઓ નિરાશ થઈ ગયા અને ગભરાઈ ગયા. તેઓ પ.પૂ.બાપજી પાસે આવ્યા અને સર્વ હકીકત જણાવી. પ પૂ.બાપજીએ તેમની તકલીફ સાંભળી દયા વરસાવી. પ.પૂ.બાપજીએ આશીર્વાદ આપતાં જણાવ્યું “ અગિયાર અભિષેક કરજો મહારાજ ભેળા ભરશે.” જયંતિભાઈ તરત જ ગોધર મુકામે ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવા આવ્યા. થોડા દિવસો પસાર થયા અને તેમને બંને આંખોમાંથી ગયેલી રોશની પાછી આવી. હાલમાં તેમને સંપુર્ણ સારુ છે. તેમણે જણાવેલું કે મારી 40 વર્ષની ઉંમરે બનેલા આ પ્રસંગથી મારા જીવનમાં ધન્યતા છવાઈ ગઈ છે. |
|
પુત્રને લંડન નોકરી મળી ગઈ |
અમદાવાદ વાસણા ખાતે ભાવના ફ્લેટમાં રહેતા પ.ભ.શ્રી ગિરીશભાઈ ગાંધીનો પુત્ર લંડન ગયો હતો. તેને ત્યાં નોકરી મળતી ન હતી. તેમના સુપુત્રએ આ બાબતે ગિરીશભાઈને જાણ કરી હતી. તેથી ગિરીશભાઈએ તથા તેમન પત્નીએ મહાપ્રભુ આગળ પ્રાર્થના કરી અને અભિષેકનો સંકલ્પ કર્યો. થોડા વખતમાં તેમના પુત્રને સારી નોકરી મળી ગઈ. તેના સમાચાર પણ આવી ગયા. આ સમાચાર સાંભળ્યા બાદ ટુંક સમયમાં તેમણે મહાપ્રભુના અભિષેકનો સંકલ્પને પુરો કર્યો. |
|
પોતાના વતનમાં શિક્ષિકા તરીકે બદલી થઈ |
પંચમહાલ જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રહેતા પ.ભ.શ્રી.નાથાભાઈ એમ. પટેલના ધર્મપત્ની બનાસકાંઠા જીલ્લામાં શિક્ષિકા તરીકે સર્વિસ કરતા હતા. ઘણા સમયથી તેમણે પોતાની પત્નીની નોકરીમાં બદલી પોતાના જ વતનમાં કરવા માટેની અરજી આવેલી તથા અનેક વિધ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઈ જ આશાસ્પદ પરિણામ મળતું ન હતુ. આખરે તેમણે ઘનશ્યામ મહાપ્રભુને ગોધર ખાતે 5 અભિષેક કરવાનો સંકલ્પ કર્યો. અને ટુંક સમયમાં જ મહારાજ જાણે ભેળા ભળ્યા હોય તેમ પોતાના જ વતનમાં તાત્કાલીક બદલી થઈ ગઈ. ગુજરાતીમાં કહેવાય છે ને કે “ધણીનો કોઈ ધણી ખરો ?” |
|
જમણા પગે બંધ થયેલુ બ્લડ સકર્યુલેશન ચાલુ થયું |
વડોદરા ખાતે ભુલાભાઈ ધુળાભાઈ પારેખ રોકડનાથ સોસાયટીમાં એક બંગલામાં રહે. તેમના ધર્મપત્નીને જમણા પગમાં બ્લડસર્ક્યુલેશન બંધ થઈ ગયું હતુ. ઘણા બધા ડોકટરો તથા વૈદો પાસે ગયા પણ તે મટે નહિ. દિવસે-દિવસે તકલીફ વધવા લાગી. પગ પણ ધીમે ધીમે પાતળો થતો ગયો. ત્યાગી મહિલામુક્તોને પગ બતાવ્યો ત્યારે ત્યાગી મહિલામુક્તોએ ઘનશ્યામ મહારાજને અભિષેક કરવાનું કહ્યું. એ જ દિવસે તેમણે ઘનશ્યામ મહાપ્રભુનો અભિષેક કર્યો. અભિષેકનો લાભ પૂર્ણ થતા જ તેમને પગે આરામ થવા લાગ્યો. કોઈ પણ પ્રકારની દવા લીધા વગર પગનું સકર્યુલેશન પહેલાની માફક ચાલુ થઈ ગયું અને પગ પહેલા ની જેમ હલન ચલન કરતો થઈ ગયો. મહાપ્રભુના અભિષેકનો કેવો અદ્દભુત પ્રતાપ !! |
|
ખુરશી ઉપર તેમજ જમીન ઉપર બેસાતુ ન હતુ તે તકલીફ દુર થઈ |
પંચમહાલ જીલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે વસતા પ.ભ.શ્રી લીલાબહેન પંચાલ નીચે બેસી શકતા ન હતા. તેઓ ખુરશી ઉપર પણ બેસી શકતા ન હતા. ઘણા ડોકટરોને અને વૈદોને બતાવ્યું પણ કોઈ જ રીતે ફેર પડે જ નહિ. પછી તેમને મહાપ્રભુના 6 અભિષેક કરવાનો સંકલ્પ કર્યો અને મહાપ્રભુને પ્રાર્થના કરી. 6 અભિષેક કર્યા અને તેમને અત્યારે ખુરશી ઉપર પણ બેસી શકે છે અને જમીન ઉપર પણ સરળતાથી બેસી શકે છે. ખરેખર મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે, તેમ જ અંતર્યામી છે અને ગમે તેવી તકલીફો પણ તત્કાળ દુર કરે છે. તેવો અદ્ભુત અનુભવ તેમને થયેલો. અંનતકોટી બ્રભાંડમાં ધાર્યુ તો મને મળેલા જે ભગવાન સ્વામિનારાયણ તેમનું જ થાય છે અને સંકલ્પમાત્રમાં દુ:ખ રહિત કરી શકે છે. તેમણે સૌ વાંચકમુકતોને પણ પોતાની જેમ શ્રધ્ધા રાખવાની પ્રેરણા આપી છે. |
|
|
અમદાવાદમાં ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા શ્રી નરેશકુમાર રવજીભાઈ પટેલના ધર્મપત્નિ એકવાર શાકમાર્કેટમાં ગયા હતા. કોણ જાણે શું થયુ કે તેમને કોઈક પ્રકારનો ડર હ્યદમાં પેસી ગયો. તેઓ ઘેર આવીને સતત રડયા કરે. કોઈની સાથે બોલતા પણ નહિ. આ જોઈ નરેશભાઈને શું કરવું તેની સુઝ જ ન પડે. તેઓ પ.પૂ.બાપજી પાસે આવ્યા અને પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી ત્યારે પ.પૂ.બાપજીએ અભિષેક કરવાની આજ્ઞા કરી. પ.પૂ.બાપજીની આજ્ઞા મુજબ તેમણે અભિષેક કર્યા. અભિષેક પૂર્ણ થતા તેમની ધર્મપત્નિને રડવાનું બંધ થઈ ગયું અને જે આકસ્મિક ડર લાગેલો તે પણ દુર થઈ ગયો તથા રાબેતા મુજબ સ્થિતિ આવી ગઈ. આમ,મહાપ્રભુ નાના મોટા સંકટોમાં પણ રક્ષા કરે છે તથા સુખ આવે છે. |
|
|
વણાકબોરી ખાતે જી.ઈ.બી.કોલોનીમાં રહેતા શ્રી ભાવિકકુમાર સોમાભાઈ પરમારે માર્ચ - 1977માં વિદ્યા સહાયકની ભરતીના ફોર્મ ભરેલા. નોકરી મળવાની શક્યતા ઓછી લાગતી હતી. તેમના મિત્રના આગ્રહથી તેમણે ઘનશ્યામ મહાપ્રભુની કૃપાથી બંને મિત્રોને નોકરી મળી ગઈ. આમ,મહારાજે તેમની મુંઝવણો દુર કરી નાંખી. |
|
ગળામાં થયેલી ગાઠ દુર થઈ ગઈ |
અમદાવાદ વાસણા ખાતે અરિહંત સોસાયટીમાં રહેતા પ.ભ.શ્રી.નવનીતલાલ ત્રિકમલાલ ઠકકરને ગળામાં ગાંઠ થયેલી. તે માટે તેમણે ઘણાં ડોકટરોને પણ બતાવ્યું તથા દેશી દવાઓ પણ કરેલી, પણ કોઈ જ ફેર પડે નહિ. તેમને ખોરક લેવામાં પણ તકલીફ પડતી હતી. તેમણે મહાપ્રભુના અભિષેકનો સંકલ્પ કર્યો. ટુંક સમયમાં તેમને સારુ થઈ ગયું અને ખોરાક પણ લેતાં થઈ ગયા. પોતાના મનોરથો પૂર્ણ કરી સુખ આપવું એ તો એમનું બિરુદ છે. |
|
|
ઉવારસદવાળા કનુભાઈ સાંકાભાઈ પટેલના નિયામક સાહેબ તેમને બદલીવાળી જગ્યાએ હાજર માટે છુટો કરતા ન હતા. કનુભાઈએ ઘણો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમને દર વખતે દાદ ન મળે. પછી એકવાર ગોધર ખાતે મહાપ્રભુના 5 અભિષેકનો તેમણે સંકલ્પ કર્યો અને પ્રાર્થના કરી. આ બાજુ તેમના મોટા સાહેબનું મન પરીવર્તન પામ્યું. તેથી કનુભાઈને તાત્કાલીક છુટા કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો. આમ,મહાપ્રભુની અસીમ કૃપાથી અશ્ક્ય અને અસંભવિત કાર્યો સરળતાથી પાર પડે છે તે નિ:સંશય બાબત છે. |
|
નિર્વાસનિક કરીને અંત વખતે ધામમાં તેડી જવુ |
અમદાવાદમાં વેજલપુર વિસ્તારના યોગેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા પ.ભ.શ્રી રણછોડભાઈ કાચાના માતૃશ્રી એક મહિનાથી રિબાતા હતા. તેમનો જીવ ઘરમાં તેમજ દ્રવ્યમાં રહેતો હતો. તેથી રણછોડભાઈને ચિંતા રહ્યા કરતી. વળી, તેમના માતૃશ્રી ભગવાનનું નામ પણ લેતા ન હતા. કેસેટો ચોવીસ કલાક ચાલુ રાખતા. તેમજ ધુન પણ કરતા. પરંતુ ભગવાનનું નામ તેમના માતૃશ્રીના મુખ પર મુખ પર આવતું ન હતુ. એકવાર કંટાળીને રણછોડભાઈ પ.પૂ.બાપજી પાસે આવ્યા અને બધી વાત કરી. પ.પૂ.બાપજીએ 11 અભિષેકનો સંકલ્પ આપ્યો. અભિષેકનો સંકલ્પ કર્યા પછી તેમના માતૃશ્રી મણીબેનને શ્રીજીમહારાજના દર્શન થવા લાગ્યા અને મુખેથી સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... બોલવા લાગ્યા અને બીજે જ દિવસે મહારાજ ધામમાં તેડી ગયા. આમ, મહાપ્રભુના અભિષેકનો પ્રતાપતો જુઓ ! અંત વખતે નિર્વાસનિક કરીને ધામમાં તેડી જવું એ કેટલી અદ્દભુત બાબત કહેવાય !!! |
|
શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા |
અમદાવાદમાં રાણીપ વિસ્તારના મધુવન સોસાયટીમાં રહેતા વિનોદભાઈ પુરષોત્તમદાસ પટેલના માતૃશ્રી આઠ મહિનાથી લકવાના દર્દથી પીડાતા હતા. તેઓ આમ ઘણા સમયથી પથારી વશ હતા. પછી વિનોદભાઈએ એકવાર સંકલ્પ કર્યો કે 11 અભિષેક કરીએ અને મહારાજ ધામમાં લઈ જાય. ટુંક સમયમાં એટલે કે ફક્ત દસ જ દિવસમાં શ્રીજી મહારાજ તેમને ધામમાં લઈ ગયા કેટલી અપાર કૃપા કહેવાય !! વિનોદભાઇ કહેછે “ શ્રીજીમહારાજની આવી અદ્દભુત કૃપા માટે આ સેવકની નમ્ર પ્રાર્થના છે કે આપ સૌ પણ અન્ય દેવની આસ્થા રાખ્યા વિના કેવળ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણમાં પ્રીતી ને પ્રતિતિ રાખવી અને સૌ હેતવાળા ને રખાવવી, તો જ આપણને આવા ભગવાન મળ્યા લેખે લાગે.” |
|
|
મહેસાણા ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા હેતલબહેન કાનજીભાઈ પંચાલને મહેસાણા જીલ્લામાં અને ખુબ જ નજીકમાં નોકરી જોઈતી હતી. તે માટે તેમણે તીર્થધામ ગોધર ખાતે 1 અભિષેકનો સંકલ્પ કર્યો હતો અને મહાપ્રભુને પ્રાર્થના કરી. મહારાજે તેમના મનોરથોને પૂર્ણ કર્યો અને તેમને મહેસાણા જીલ્લામાં તેમજ ઘરથી ખુબ જ નજીકમાં નોકરી મળી ગઇ. મહારાજની ભક્તો પર કેવી મહેર છે. |
|
માતૃશ્રીને મહારાજ ધામમાં તેડી ગયા |
મહેસાણા જીલ્લાના લાડોલ ગામમાં પ્રવીણભાઈ પરષોત્તમભાઈ સથવારાના માતૃશ્રીની તબીયત વધારે બગડી હતી. તે વખતે તેમણે પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને પૂ.સ્વામીશ્રીએ ગોધર મંદિરમાં અભિષેક કરાવવો તેવો સંકલ્પ આપ્યો અને 24 કલાકમાં જ તારીખ 16/6/06ના રોજ મહાપ્રભુ ધામમાં તેડી ગયા. |
|
|
ગાંધીનગર ખાતે રહેતાં પ.ભ.શ્રી રણછોડભાઈ હિંમ્મતસિહ જાદવનો સુપુત્ર ચિ.જીતેન્દ્રકુમાર ધો-12 સાયન્સમાં સારા ટકા મેળવી મેડિકલમાં પ્રવેશ મળે તે માટે તેમણે અભિષેકનો સંકલ્પ કર્યો હતો. માર્ચ 2007 બોર્ડની પરિક્ષામાં ચિ.જીતેન્દ્રકુમાર ને 91.33 ટકા આવ્યા અને ભાવનગર ખાતેની મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયુ. આમ,મહાપ્રભુએ તેમનો સંકલ્પ પુરો કર્યો. |
|
બેભાન અવસ્થામાંથી સાજા થયા |
અમદાવાદ ખાતે સાંરગપુરમાં રહેતા હીરેનકુમાર બાબુલાલ ઓઝાનાં સાસુ બેભાન અવસ્થામાં હતા. તેમને ડોક્ટર પાસે લઈ ગયા અને x-ray પડાવ્યાં તથા અનેક પ્રકારના ચેકીંગ કરવામાં આવેલ પરંતુ પરિણામ શુન્ય રહેલુ. પછી હીરેનભાઈ પ.પૂ.બાપજી પાસે આવ્યા અને વાત કરી પ.પૂ.બાપજી એ તેમને11 અભિષેક કરવાનુ જણાવ્યુ. પ.પૂ.બાપજીની આજ્ઞા મુજબ તેમણે તીર્થધામ ગોધર ખાતે ઘનશ્યામ મહાપ્રભુના 11 અભિષેક કરવાનો સંકલ્પ કર્યો અને ત્યાર પછી તેમની તબિયતમાં ઝડપથી સુધારો થતો ગયો અને તેઓ બે દિવસમાં સામાન્ય સ્થિતિમાં આવી ગયા. |
|
|
વડોદરા નિવાસી દિવ્યાબહેન કે.મિસ્ત્રીના બા પથારીવશ રહેતા હતા. તેઓ મહારાજનું નામ પણ ન લે. તેમને મહારાજમાં નિષ્ઠા પણ નહિ. પરંતુ બાપજીએ આશીર્વાદ આપેલ અને તેમની આજ્ઞા પ્રમાણે તેમણે 11 અભિષેકનો સંકલ્પ કર્યો. પ.પૂ.બાપજીએ કહેવડાવેલ કે તેમને મહારાજ એક અઠવાડિયામાં ધામમાં તેડી જશે. પછી તો એ આશીર્વાદ મુજબ 5 દિવસમાં મહારાજ ધામમાં લઈ ગયા. |
|
|
સંતરામપુર ટાવરરોડ વિસ્તારમાં રહેતા રમેશકુમાર નટુભાઈ ચૌહાણના બાબાને (જેઓ રાજસ્થાનમાં રહે છે) નિર્દોષ હોવા છતાં કોઈક કારણસર પોલીસ પકડી ગયેલ. તે દિવસ શનિવાર હતો. રવિવારે કોર્ટ બંધ રહે તેથી સોમવારે છુટકો થઈ શકે. તેમને ઉપરોક્ત સમાચાર મળ્યા કે તરત જ શ્રીજી મહારાજના અભિષેકનો સંકલ્પ કર્યો. રવિવારે સવારે 11 વાગ્યે ગોધર ખાતે અભિષેક પૂર્ણ થયો. ત્યાં આજ સમય તેમને જેલમાંથી મુક્ત કર્યા. ખરેખર જ્યાં સુપ્રિમકોર્ટના જજનો આદેશ ચાલતો હોય ત્યાં હાઈકોર્ટના જજનું કાંઈ ન ચાલે તેવી બીના બની. |
|
|
સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે ઓડીયો વીડીયો વિભાગમાં સેવા આપતાં હિમાંશુભાઈ નવીનચંન્દ્ર શેલત પ.પૂ.બાપજી સાથે પંચમહાલનાં આદિવાસી વિસ્તારોમાં વિચરણમાં હતા. વિચરણ ચાલુ હતુ અને તે દરમ્યાન કેમેરો બંધ થઈ ગયો. તે જ વખતે હિમાંશુભાઈએ પ્રાર્થના કરી અને અભિષેકનો સંકલ્પ કર્યો. ગોધર મદિરે આવ્યા કે તરત જ કેમેરો ચાલુ થઈ ગયો. અને એ જ કેમેરા વડે બીજુ શુટીંગ આગળ વધાર્યુ. આવો છે અભિષેકનો અલૌકિક પ્રતાપ ! આવું છે મહારાજનું પ્રાગટપણું અને ભકતવત્સલપણું !! |
|
ગંભીર માંદગીમાંથી સાજા થયા |
અમદાવાદમાં ઘાટલોડિયા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં રહેતા ભાવિકાબેન મહેશભાઈ પટેલના પતિને આંતરડુ ફાટી જવાથી પરિસ્થિતિ ગંભિર બની ગઈ હતી. તેમના બચવાની સંભાવના બહુ ઓછી હતી. પરંતુ પ.પૂ.બાપજીને પ્રાર્થના કરાવડાવી. પ.પૂ. બાપજીએ તેમના ધ્વારા 11 અભિષેક કરવાનો સંકલ્પ આપ્યો અને વિશેષમાં કહ્યું કે મહેશભાઈ સાજા થઈ જાય પછી તેમના હાથે પણ 11 અભિષેક કરાવજો. તેમને કોઈ જ દવા અસર કરતી ન હતી. છતાં પ.પૂ.બાપજીની પ્રેરણા અને અભિષેકના દિવ્ય સંકલ્પથી મહેશભાઈ સાજા પણ થઈ ગયા. તા12/8/07ના રોજ મંદિરમાં સંકલ્પ પૂર્ણ થવા નિમિતે મહાપ્રભુને 11 અભિષેક કર્યા. |
|
ધર્મપત્નીની કેન્સરની ગાંઠ દુર થઈ |
ઈસનપુર ખાતે વૈરાટનગરમાં રહેતા પ.ભ.શ્રી ચુનીભાઈ.એમ.કાંટાવાળાના ધર્મપત્ની ભાનુબેન કાટાંવાળાના ગળામાં થાઈરોઈડ ગાંઠ હતી. તેથી ડોક્ટરની સલાહ પ્રમાણે ઓપરેશન કરાવ્યુ. ત્યારબાદ ખબર પડી કે ગાંઠ રહી ગઈ છે. તેથી ફરી બીજીવાર ઓપરેશન કરાવ્યું. તે પછી મુંબઈ ખાતે ટાટા હોસ્પિટલમાં સારવાર પણ લીધી. 1 વર્ષ વીત્યા બાદ ફરીથી મુંબઈ રિચેકિંગ માટે જવાનું થયુ તો તે દરમ્યાન ફરીથી ગાંઠ થયેલી માલુમ પડી. હવે ઓપરેશન કરવ્યા વિના છુટકો જ નહતો. તેની તારીખ પણ લઈ લીધી અને પ.પૂ.બાપજીને બે દિવસ પહેલાં મળીને વાત કરી. ત્યારે પ.પૂ.બાપજીએ ઓપરેશન કરાવવાની ના પાડી. અને ગોધર મંદિરે જઈ 11 અભિષેક કરવાની આજ્ઞા કરી. તેથી તેમને 11 અભિષેક કર્યા બાદ બીજા ડોક્ટરને બતાવ્યું તો અભિષેક કર્યો તે પહેલા થાઈરોઈડનો ટેસ્ટ 39.4 હતો. ત્યારબાદ રોજ અભિષેકનું જળ પ્રસાદી તરીકે લેવાનું રાખેલુ. ત્યાર પછી બીજા ડોક્ટરને બતાવ્યું. તેમણે સ્કેન કરાવવાનું જણાવેલું. સ્કેન રિપોર્ટમાં નિદાન આવ્યું કે તેમને ગાંઠ નથી. તેમજ અભિષેકનું જળ લીધા બાદ 39.4ને બદલે 13.0 થાઈરોઈડ આવ્યો. હાલમાં તેઓની સ્થિતિ સંપૂર્ણ સારી છે.પ.પૂ.બાપજીની આજ્ઞા પ્રમાણે બીજા 40 અભિષેક તારીખ 5/9/07ના રોજ કરાવેલ છે. ખરેખર મહાપ્રભુએ ખુબ જ રક્ષા કરી. પ.પૂ.બાપજી કહેતા કે “ મહારાજે નવો જન્મ કરી દીધો છે ” અને ખરેખર એવું જ બન્યું. |
|
શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા |
અમદાવાદ ખાતે ઈસનપુર નિવાસી પ.ભ.શ્રી સોમાભાઈ ચુનિભાઈ પટેલના સાસુ કમળાબેન ઝવેરભાઈ પટેલ ત્રણ માસથી ખુબજ બિમાર હતા. તેમજ ખુબજ રિબાતા હતા. પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી તો પ.પૂ.બાપજીએ 11 અભિષેકનો સંકલ્પ જણાવ્યો. પરંતુ સંજોગોને કારણે તીર્થધામ ગોધર જઈ શકાયું નહિ. એમ કરતાં બીજા 15-20 દીવસો પસાર થઈ ગયા. ફરીથી તેમને પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી અને વાત કરી કે “રૂબરુ અભિષેક કરવાનો સમય મળ્યો નથી” ત્યારે પ.પૂ.બાપજીએ જણાવ્યું કે ગોધર મંદિરે ફોન કરી અભિષેક કરાવી દો. મહારાજ ધામમાં તેડી જશે. તેથી તેમણે ફોન ધ્વારા અભિષેક કરાવ્યા અને શ્રીજી મહારાજ ત્રીજે જ દીવસે ધામમાં લઈ ગયા. આમ, બિમારીમાં મહારાજે રક્ષા કરીને મૂર્તિના સુખે સુખીયા કરી દીધા. |
|
લાંબા સમયે પુત્રીનો જન્મ થયો |
અમદાવાદ ખાતે આંબાવાડીમાં રહેતા પ.ભ.શ્રી ત્રિભોવનભાઈ સી.પટેલની દીકરી નીતાબહેનને સંતાન નહિ. 12 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ બાળક પ્રાપ્ત થયું નહતું. તેથી તેમણે પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી. ત્યારે પ.પૂ.બાપજી એ “અભિષેકનો સંકલ્પ જણાવ્યો.” પ.પૂ.બાપજીએ સંકલ્પ જણાવ્યા પ્રમાણે બાદ ટુંક જ સમયમાં એક બાલિકાનો જન્મ થયો. આમ,મહાપ્રભુએ ભક્તોના મનોરથો પૂર્ણ કરવામાં સદાય તત્પર રહ્યા છે. |
|
જનના દુખમાંથી મુક્ત કરાવ્યાં |
ગાંધીનગર ખાતે વસતા હિતેશકુમાર એન.ગોવાણી કે જેઓ અવારનવાર સંત્સંગમાં લાભ લેતા હતા. તેમના પાડોશીએ એકવાર એમની વિરુધ્ધમાં “રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ” અનવયે અરજી કરી. જેથી તેમના ઉપરી સાહેબે તેમની વિરુધ્ધ્માં કાર્યવાહી થતી હતી તેમાં સહકાર આપ્યો. પરિસ્થિતિ વિકટ બને તે પહેલા હિતેશકુમારે પ.પૂ.બાપજીને આ બાબતે પ્રાર્થના કરી કે મારા પર ખોટો આક્ષેપ મુકી કાર્યવાહી થઈ રહી છે. ત્યારે પ.પૂ.બાપજીએ અભિષેક કરવાની આજ્ઞા કરી તેમણે આ સંકલ્પ ફોન ધ્વારા નોંધાવ્યો અને આ બાજુ મહારાજ ભેળા ભળ્યા કારણસર તેમના સાહેબને ઠપકો મળ્યો અને તેમના પર થતી કાર્યવાહીનો કેસ ડીસ્પોસ(રદ) થઈ ગયો. વાહ ....વાહ....મહાપ્રભુ આપે આપનું બિરુદ જણાવ્યું તો ખરા જ. |
|
ઉંદરોના ત્રાસમાંથી મુક્તિ મળી |
સ્વામિનારાયણધામ ગાંધીનગર ખાતે સમર્પિત મહિલા મુક્તો ધ્વારા ગૃહઉદ્યોગની પ્રવૃતિ ચાલતી હતી. તેમાં એક બહુ મોટો પ્રશ્ન સર્જાયો હતો. તેમના વર્કશોપમાં ઉંદરો વધી ગયા હતા. જેથી ઠાકોરજીના ધર્માદાનું નુકસાન થતુ હતુ. તેથી તેમને ઉંદરોનો ત્રાસ દુર કરવા અંગે મહાપ્રભુને પ્રાર્થના કરી અને તીર્થધામ ગોધર ખાતે અભિષેક કરાવ્યો. થોડા જ દિવસો માં ઉંદરોનો ત્રાસ મટી ગયો અને બધા જ ઉંદરો ભાગી ગયા. |
|
કેન્સરની તકલીફમાં મહત્તમ રાહત થઇ |
અમદાવાદ જીલ્લાના ઓઠવ નજીક સીંગરવા ગામના ગોવિંદસિંહ નાથુસિંહ ચૌહાણૅના સ્વાનુભવની ઘટના છે. તેમને પોતાને કેન્સરની તકલીફ હતી. કેન્સર એટલે કેન્સલ એ સર્વસામાન્ય જાણીતી બાબત છે. તેમને ડોક્ટરોએ સલાહા આપેલી કે ઓપરેશન તો કરવું જ પડશે. તારીખ 8/1/2007ના રોજ પ.પૂ.બાપજી પાસે આવ્યા. તેમણે પ.પૂ.બાપજીએ જણાવેલ આજ્ઞા મુજબ શ્રધ્ધા અને નિષ્ઠા રાખી 11 અભિષેકનો સંકલ્પ કર્યો. ત્યારબાદ તારીખ 11/1/2007ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું. તે પછી તેમને મહત્તમ રાહત થઇ ગઇ. અત્યારે તો ખોરાક પણ લેવાય છે, બોલીપણ શકે છે. અને શ્રીજી મહારાજની પાકી નિષ્ઠા થઇ ગઇ છે. ઓપરેશનમાં ઘણું સારું પરિણામ આવવાથી તેઓ ગોધર મંદિરે ગયા અને તારીખ 20/2/2007ના રોજ અભિષેક પણ કરાવ્યો હતો. |
|