અભિષેક વિધિએ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત ચાલી આવતી પુજાવિધિનો એક ભક્તિસભર પ્રકાર છે. ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાધિકારીને ગુરુની ગાદી આપતી વેળાએ, રાજકુંવરને રાજ્યસિંહાસન આપતી વેળાએ જેવા શુભ પ્રસંગોમાં વિધિયોક્ત અભિષેક પુજા કરવામાં આવે છે. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓની મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે, મંદિરોના પાટોત્સવ પ્રસંગે, જલજીરણી એકાદશી જેવા ઉત્સવોમાં તથા દુ:ખ, મુંઝવણ જેવી મુશ્કેલીઓમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો અભિષેક વિધિ કરવામાં આવે છે.
અભિષેક વિધિમાં કેસર જળ, ચંદન જળ, શુધ્ધ જળ, દુધ, દહી, પંચામ્રુત આદિક પવિત્ર વસ્તુઓને એક શુધ્ધ પાત્રમાં ભરી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિનો વિધિયોક્ત અભિષેક કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટપણે બિરાજમાન થઈ એ મૂર્તિ ઉપર થતા અભિષેક વિધિને ગ્રહણ કરે છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે.
ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિના અભિષેક વિધિનો મહિમા શાસ્ત્રોમાં ઘણો કહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ બ્રહમાંડને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારે પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતો-હરિભક્તો સાથે નદીમાં સ્નાન કરવા જતા. આ શુભ પ્રસંગે સૌ સંતો-હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી ભગવાન સ્વામિનારાયણ પોતાના દિવ્ય અભિષેકનો લાભ આપતા. સૌ સંતો –હરિભક્તો આ અલભ્ય લાભને ખુબ ઉત્સાહ અને ઉમળકાથી લેતા. ભગવાન સ્વામિનારાયણ સૌ સંતો-હરિભક્તો પર રાજી થઈ તેમના મનોરથો પૂર્ણ થવાના આશીર્વાદ આપતા.
ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલી આ પરંપરા વર્તમાનકાળે SMVS સંસ્થાયે જીવંત જાળવી રાખી છે. SMVS સંસ્થામાં પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવે તથા પાટોત્સવ આદિક ઉત્સવોમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો દિવ્ય અભિષેક કરવામાં આવે છે.
વર્તમાનકાળે પ.પૂ.બાપજીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ જ પરંપરાને અભિનવ સ્વરુપ આપીને અસંખ્ય ભક્તો માટે એક વધુ સહજ અને સરળ કેડી કંડારી છે. જાહેર જનતા પણ પોતાના શુભ સંકલ્પો પૂર્ણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિનો અભિષેક કરી શકે તે હેતુથી પ.પૂ.બાપજીના વરદ હસ્તે ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરુપની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણ મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતાં તે સમયે મહાપ્રભુના દિવ્ય અભિષેકનો જે લાભ સૌ સંતો-હરિભક્તોને મળતો એ જ સ્વામિનારાયણ ભગવાન મૂર્તિરુપે પ્રગટપણે બિરાજમાન થઈ સૌ સંતોના ભક્તિભાવને ગ્રહણ કરી રહ્યા છે. હજારો મુમુક્ષુ આ પ્રગટપણાની અનુભુતિ માણી ઘનશ્યામ મહારાજની દિવ્યમૂર્તિના અભિષેકનો લાભ લઈ રહ્યા છે.
અભિષેકનો લાભ લેનાર હરિભક્તો માટે પ.પુ.બાપજીએ આપેલા આશીર્વાદ |
તારીખ 25/12/2005ને રવિવારે પંચમહાલના લુણાવાડા શહેર નજીક આવેલ ગોધર ગામે નિર્માણ પામેલા ભવ્ય શિખરબંધ્ધ મંદિરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય હસ્તે ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરુપની મૂર્તિની વિધિયોક્ત પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રતિષ્ઠાના મંગલ પ્રસંગે પ.પૂ.બાપજીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતા ઘનશ્યામ મહારાજના અભિષેકનો મહિમા વર્ણવતા કહ્યું કે “ ભગવાન સ્વામિનારાયણ મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા તે સમયે જેવો અભિષેકનો લાભ આપતા એવો જ લાભ ભગવાન સ્વામિનારાયણ અહીં પ્રગટપણે બિરાજમાન થઈ આપી રહ્યા છે. અહીં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે તે આપણા સૌના ગુના માફ કરવા માટે અને આપણા સંક્લ્પોને, મનોરથોને પૂર્ણ કરવા માટે છે. વળી, અંનત મુમુક્ષુઓના આત્યાંતિક કલ્યાણ કરવાને અર્થે છે. માટે આ મૂર્તિનો મહિમા સમજી શ્રધ્ધા અને વિશ્વાસ રાખવો. જે કાંઈ સુખ, દુ:ખ આવે અહીં ભગવાનનો અભિષેક કરી પ્રાર્થના કરવી. પરંતુ ભગવાનનું શરણુ મુકી બીજા વાના ન કરવા. એક ભગવાનની નિષ્ઠા અને શરણુ ઝાલી રાખવું. તો શ્રીજી મહારાજની દયાથી અહીં જે જે આવશે, દર્શન કરશે, અભિષેકનો લાભ લેશે એના બધા જ સંક્લ્પો, મનોરથો શ્રીજીમહારાજ પુરા કરશે અને સર્વ દુ:ખ, મુંઝવણોથી રહિત કરી સર્વે પ્રકારે સુખ શાંતિ બક્ષશે.
ભારતમાં તીર્થધામ ગોધર તથા વિદેશમાં અમેરિકા દેશના ન્યુ જર્સી સ્ટેટમાં નિર્માણ પામેલ SMVS સ્વામિનારાયણ મંદિરોમાં અભિષેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેશ વિદેશના હજારો મુમુક્ષુઓ આ દિવ્ય અભિષેકનો લાભ લે છે. વિદેશમાં તો સ્થાનિક શ્વેતવર્ણી પ્રજા પણ પોતાના શુભ સંકલ્પો પૂર્ણ કરવા આ અભિષેક વિધિમાં ઉંમગભેર સામેલ થાય છે. અસંખ્ય મુમુક્ષુઓને પોતાના મનવાછિંત શુભ સંકલ્પો પૂર્ણ કરવાનો જાણે આ એક ચિંતામણિ પ્રાપ્ત થયો છે. આ અભિષેકવિધિથી પોતાના દુ:ખ, દર્દ ભુલીને સૌ કોઈ એક અનોખી હળવાશ અને સુખ, શાંતિનો અનુભવ કરે છે.
સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃધ્ધ, ગરીબ કે ઉદ્યોગપતિ આવા કોઈ જ ભેદભાવ વિના તમામ ભાવિકો આ અભિષેક વિધિનો લાભ લઈ કૃતાર્થતા અનુભવે છે. આજના આ કલિકાળમાં આ અભિષેક પુજાની આ ભક્તિ પરંપરા SMVS સંસ્થાનું સમાજને મોટુ યોગદાન બની રહી છે. |
| |
અભિષેક દિશા સુચન |
|
|
- એક વખત અભિષેકનો લાભ- 101રૂ.
- વર્ષની બધી જ પુનમના અભિષેકનો લાભ-1100 રૂ.
- વર્ષની તમામ એકાદશીના અભિષેકનો લાભ-2100 રૂ.
- વર્ષના તમામ રવિવારના અભિષેકનો લાભ-5000 રૂ.
- આજીવન તમામ પુનમના અભિષેકનો લાભ-11000 રૂ.
- આજીવન તમામ એકાદશીના અભિષેકનો લાભ-25000 રૂ.
- આજીવન નિત્ય અભિષેકનો લાભ-51000 રૂ.
- ઠાકોરજીના થાળની કાયમી તિથિનો લાભ-5001રૂ.
|
| |
(2) અભિષેકનો લાભ કેવી રીતે લેશો ?
(1) ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકનો લાભ લેવાનો સમય
સવારે : 08.00 થી 12.00
સાંજે : 04.00 થી 08.00
(2) અભિષેકનો લાભ લેવા માટે પુરુષ કે મહિલા એક અથવા સજોડ પણ બેસી શકે છે.
(3) આવનાર હરિભક્તોએ ભોજન જો મંદિરમાં ગ્રહણ કરવાનું હોય તો આગલા દિવસે અથવા એ દિવસે સવારે 7 થી 9ના સમયમાં ફોન ધ્વારા જાણ કરવી, નોંધાવવું.
(4) આવનાર હરિભક્તોએ રાત્રી નિવાસ જો મંદિરમાં કરવાનો હોય તો આગલા દિવસે ફોન ધ્વારા જાણ કરવી, નોંધાવવું.
(5) અભિષેકનો લાભ લેવા આવનારા હરિભક્તો જો પ્રવાસના આયોજનથી મોટી સંખ્યામાં આવવાના હોય તો તેની જાણ આગલા દિવસે ફોન દ્રારા જાણ કરવી, નોંધાવવું.
(6) અભિષેકનો લાભ લેવા આવનાર હરિભક્તો માટે વ્યસન પર પ્રતિબંધ છે. શુધ્ધ અને પવિત્ર બનીને જ અભિષેકનો લાભ લેવો.
(7) અભિષેકનો લાભ લેનારા સભ્યો માટે તીર્થધામ ગોધર આવવું શક્ય ન હોયતો આપ આપનો અભિષેક ફોન ધ્વારા નોંધાવી શકો છો. આપ જે તારીખે અભિષેક કરવાનું નોંધાવશો તે દિવસે આપના વતી તીર્થધામ ગોધર ખાતે સંતો–હરિભક્તો અભિષેકનો લાભ લેશે.
(8) આપને તાત્કાલીક અભિષેક કરવો જરુરી હોય તો પણ આપ ફોન ધ્વારા જાણ કરી શકો છો.અભિષેકના સમય દરમ્યાન આપના અભિષેકને પ્રાધન્ય આપી આપના વતી સંતો હરિભક્તો અભિષેકનો લાભ લેશે.
(9) ઘનશ્યામ મહારાજના અભિષેકનો લાભ લેવા પાછળનો આપનો હેતુ શો છે? તે પણ નોંધાવવુ ફરજીયાત છે. માટે અભિષેકનો લાભ લેનાર હરિભક્તોએ આપના અભિષેકના સંકલ્પ માટેનો હેતુ નોંધાવવો તથા એ સંકલ્પ મહારાજે પૂર્ણ કર્યો હોય તો તેની જાણ પણ ફોન ધ્વારા તીર્થધામ ગોધર ખાતે કરવી.
(10) ઘનશ્યામ મહારાજની અભિષેક મૂર્તિની ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ છે.
(11) અભિષેક હોલમાં પ્રવેશ કર્યા પહેલા જ આપનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવો. મોબાઈલ ધ્વારા પણ અભિષેક મૂર્તિની ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ છે.
(12) ઉપરની તમામ માહિતી આપ ફોન ધ્વારા જાણ કરી શકો છો. તથા tirthdham@yahoo.com Email ID ધ્વારા પણ જાણ કરી શકો છો. - ફોન નંબર 9925237018 , (02675) 239312
|
|
|
|