Godhar Histroy
 
Home History Abhishek Divinity Photo Gallery Information Activity
 
 
 
તીર્થધામ
 


સ્વામિનારાયણ સંપ્રદાય અને ભારતીય સંસ્કૃતિના મુળ સ્થાને શ્રધ્ધા, વિશ્વાસ, શાંતિ, આત્મશાંતિ, પુજ્યભાવ, ભક્તિભાવ, દિવ્યભાવ, પ્રેમલક્ષણાભક્તિ આદિક શુભ અને પવિત્ર સંસ્કારો રહેલા છે. વ્યક્તિમાત્ર પોતાના જીવનમાં આ સંસ્કારોને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહે છે. આ સુસંસ્કારોને ચરિતાર્થ કરવા જરુર પડે છે એવા દિવ્ય અને પવિત્ર વાતાવરણની, સ્થાનની તથા શુધ્ધસંગની. જ્યાં પ્રગટ ભગવાન હોય અને પવિત્ર સંતો હોય, તેમના આશીર્વાદ હોય ત્યાં હરહંમેશ દિવ્યતા, પવિત્રતા, સમાગમ હોય જ. જ્યાં એવા પ્રગટ ભગવાન અને પવિત્ર સંતો બિરાજતા હોય અને લાખો મનુષ્યો જે સ્થાનમાં આવી સુખ અને શાંતિનો અનુભવ કરતા હોય તેને તીર્થધામ કહેવાય.

ટુંકમાં તીર્થધામ એટલે શું ?

  • ભગવાનનું પ્રગટપણું અને ધર્મ નિયમેયુક્ત પવિત્ર સંતોનો સંગ એનું નામ તીર્થધામ.

  • આત્મશાંતિ પ્રાપ્ત કરાવતું એક દિવ્ય સ્થાન એનું નામ તીર્થધામ.

  • જ્યાં મનોમય ચક્રની ધારાઓ કુંઠીત થાય એનું નામ તીર્થધામ.

  • જ્યાં લોકો પોતાના દુ:ખ અને મુંઝવણોને ઉલ્જાવી શકે એનું નામ તીર્થધામ.

  • જ્યાં પ્રભુભક્તિ, ઉત્તમસંસ્કારનો સંયોગ હોય એનું નામ તીર્થધામ.                                                                                  

            ભગવાન શ્રી સ્વામિનારાયણના અભિપ્રાય મુજબ તીર્થધામ એટલે “ ઈન્દ્રીયોરુપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર(તીર્થધામ) જાણવુ. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પુજા એ આદીક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વુધ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર(તીર્થધામ) તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું.
                                                                                                               (વચનામૃત સારંગપુરનું 7)             
            SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને વિષે પ્રગટભાવ અને પવિત્ર સંતોનો સમાગમ પ્રાપ્ત થાય છે. માટે હર એક મંદિર તીર્થધામ જ છે. પરંતુ અનંત મુમુક્ષુ ભક્તોના દુ;ખોને દુર કરવામાં પંચમહાલ જેવા ઝાડી પ્રદેશના ગોધર ગામમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટપણે બિરાજમાન થઈ અભિષેકનો એક અમુલ્ય લાભ આપે છે. જે લાભ લઈ હજારો દુ:ખીયા મુમુક્ષ ભક્તો પ્રભુકૃપાને પ્રાપ્ત કરી પોતાના જીવનમાં સુખ અને શાંતિની અનુભુતી કરે છે. જેથી ગોધર મંદિર જેવા તીર્થધામમાં દેશ-પરદેશના લાખો  લોકોનું આકર્ષણ વિશેષ રહે છે.